Abhayam News
AbhayamNews

સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે..

કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદએ યુનિક કામગીરી હાથ ધરી છે. સુરતના યોગીચોક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનો સંગીતની ધૂન વધાડી ઉત્સાહ વધારી રહ્યો છે. માત્ર 13 વર્ષના ભવ્યએ નિરાશાની ગર્તામાં ધકેલાયેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઝૂમતા કરી દીધા છે. અડાજણનો ભવ્યને ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કિટ પહેરી દર્દીઓનું મનોરંજન કરતા જોઈ ડોક્ટરોએ પણ શુભેચ્છાઓ આપી ભવ્યને વધાવી લીધો છે.


ડોક્ટરોએ જણાવ્યું હતું કે,ભવ્યના સંગીત પર દર્દીઓને ગરબે ઝૂમતા જોઈ જાણે બીમારી ક્યાં ગાયબ થઈ ગઈ હોય એવો દર્દીઓ અહેસાસ કરાવી રહ્યા છે. ઓક્ટોપેડ, તબલા અને ઝેમડેના તાલે સંગીત રેલાવી દર્દીઓને ઉર્જાવાન કરનાર ભવ્યને ભગવાને આપેલી સંગીતની વિરાસત કોરોના કાળમાં દર્દીઓ માટે કારગાર સાબિત થઈ છે.

માત્ર 13 વર્ષના ભવ્યએ દર્દીઓના દર્દને સંગીતથી દૂર કરી દવાનું કામ કર્યું હોય એમ કહી શકાય છે.


નન્હે ઉસ્તાદ ભવ્યએ ડોક્ટરની ભૂમિકા ભજવી ભવ્ય કામ કરી રહ્યો છે. દર્દીઓ એ જ નહીં પણ એમના સગા-સંબંધીઓએ પણ ભવ્યના કામને બિરદાવ્યુ છે.ભવ્યનું કહેવું છે કે, મ્યુઝિક-સંગીત થેરાપી અનેક બીમારીઓની દવા છે. પછી કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરવા માટે હું એક મ્યુઝિશિયન તરીકે કંઈક કરી શકીશ તો એ મારું ભાગ્ય હશે. હું માત્ર એવી જ પ્રાથના કરી છું કે, માનસિક તણાવમાંથી આ તમામ દર્દીઓ બહાર આવે અને એમના પરિવાર જોડે રહેતા થાય એ આનંદ વિશ્વની સૌથી મોટી ગિફ્ટ છે.

Related posts

પ્લેન તેજસનો દબદબો વિશ્વભરમાં વધ્યો 

Vivek Radadiya

Kheda Syrup Scandal Latest News : મૃત્યુઆંક 6એ પહોંચ્યો

Vivek Radadiya

50 ટકા વસ્તીને કોરોનાની રસી મળે પછી દંડ ધટાડવા નું વિચારશે HC..

Abhayam