Abhayam News
AbhayamNews

સુરત:-SMC મોદી-રૂપાણીના 12 ફોટા લગાવવા આટલા લાખનો ધુમાડો..

સુરત મહાનગર પાલિકા એ 500 કરોડ નો પ્લોટ વેચવા બર પડ્યો એ બાદ હવે સાવ લાખ નું ટેન્ડર મોદી- રૂપાણી ના ફોટો લાગવા મટે પાડ્યું બહાર.સુરત કોર્પોરેશને વિવિધ 12 કમિટીના ચેરમેનની ઓફિસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા લગાવવા માટે સવા લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. વિવિધ 12 કમિટીના ચેરમેનની ચેમ્બરમાં 24×48 ઈંચના એક ફોટો પાછળ રૂા.10 હજાર ખર્ચ કરાશે. પ્રજાના પૈસે ભક્તિ કરવા માટે લાખો રૂપિયાનો ધુમાડો કરવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે

તેની છેલ્લી તારીખ 17 જૂન નક્કી કરવામાં આવી છે. એલઈડી લાઈટ વાળો જે ફોટો બનાવવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે સ્પેસિફિકેશનવાળો ફોટો બજારમાં પાંચ હજારના ખર્ચે તૈયાર થાય તેવું એક વેપારીનું કહેવું છે.બીજી તરફ, પાલિકાના અધિકારીઓ નાણાંનો દુરઉપોયગ કરશે તેવું કારણ આગળ ધરીને સ્ટેન્ડિંગ કમિટી લોકોને નડતી સમસ્યા દૂર કરવા ખર્ચ કરવાની સત્તા અધિકારીઓને સોંપવાની દરખાસ્ત નામંજૂર કરી દે છે. અગાઉ પણ ભાજપના હોદ્દેદારો દ્વારા આ જ પ્રકારે પ્રજાના પૈસે પોતાની ચેમ્બરોમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા લગાવ્યા હોવાનું પાલિકાના અધિકારી સુત્રોનું કહેવું છે.

સતત બીજી વખત આ પ્રકારે ફોટો લગાવવા માટે નાણાંનો વ્યય થઈ રહ્યો છે. જે ફોટો લગાવવા તૈયારી કરવામાં આવી છે તે ફોટા પણ સાદા નહીં પણ એલઈડી લાઈટવાળા લગાવવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

આ 12 સમિતિઓના ચેરમેનની ઓફિસમાં ફોટો ફ્રેમ લાગશે

સ્થાયી સમિતિ

જાહેર બાંધકામ સમિતિ

પાણી સમિતિ

આરોગ્ય સમિતિ

સાંસ્કૃતિક સમિતિ

ગટર સમિતિ

કાયદા સમિતિ

હોસ્પિટલ સમિતિ

ગાડર્ન અને હાઉસિંગ સમિતિ

લાઈટ એન્ડ ફાયર સમિતિ

સલ્મ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ

ટાઉન પ્લાનિંગ સમિતિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. 

Vivek Radadiya

સુરતના ઓક્સીજન મેન:-ખરેખર પડદા પાછળના એક લાજવાબ યોધ્ધા…

Abhayam

YouTube પર વિડીયો જોવા સિવાય હવે ગેમ પણ રમી શકાશે

Vivek Radadiya