Abhayam News
AbhayamNews

આસામ :: EVM માં મતદારોની સંખ્યા કરતા વધુ મત નીકળતા 5 અધિકારીઓ સસ્પેન્ડ

આસામમાં હાલમાં થઈ રહેલી ચુંટણીના અનુસંધાને ત્યાના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખુબ મોટો ગોટાળો બહાર આવ્યાની ઘટના પ્રકાશિત થઇ રહી છે. આસામના દીમાં હસાઉ જીલ્લામાં એક બુથ ઉપર આ ઘટના સામે આવી હતી.

આસામના એક બુથ ઉપર બુથની મતદાર યાદી મુજબ કુલ ૯૦ વ્યક્તિઓ મત આપવા માટે લાયક ગણવામાં આવેલ હતા. પરંતુ તેની અંતે ગણતરી દરમિયાન ૧૭૧ મત નીકળતા ફરી એક વખત EVM ઉપર શંકા ઉપજી હતી અને સમગ્ર વિસ્તારમાં ખુબ હોબાળો મચવા પામ્યો હતો.

આ ઘટનાને ધ્યાને લઇ અને ત્યાના ચુંટણી અધિકારી દ્વારા બુથના પોલીગ અધિકારી સહીત ૫ થી વધુ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તમામ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

હાલમાં જ અન્ય જગ્યાએ ભાજપના એક નેતાની ખાનગી ગાડી માંથી EVM મળવાની ઘટના પણ સામે આવી હતી. અવાર નવાર બનતી આવી ઘટનાઓથી જ સામાન્ય લોકોને EVM ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થયો છે અને આવી ઘટનાઓ પછી હવે જોવાનું રહ્યું કે આવા અધિકારીઓ ઉપર શું પગલા લેવામાં આવે છે.

Related posts

ભાજપના નેતાની સંડોવણી સામે આવી,ગોંડલ પોલીસના બાયોડીઝલના ગેરકાયદે ચાલતા બે પંપ પર દરોડા, ફરિયાદ દાખલ..

Abhayam

આણંદમાંથી ઝડપાયો પાકિસ્તાનનો જાસૂસ: 1999થી લાભશંકર બનીને ગુજરાતમાં રહેતો, ATSએ નજર રાખીને ઝડપ્યો તો થયો મોટો ખુલાસો

Vivek Radadiya

સુરત:-VNSGU દ્વારા બી .એડની MCQ બેઇઝ ઓનલાઇન પરીક્ષા શરુ…

Abhayam