Abhayam News
AbhayamGujarat

ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? 

What is the future of Muslims in India?

ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું?  લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને નરેન્દ્ર મોદી 2024માં ત્રીજી ઇનિંગ માટે ઘણા કોન્ફિડન્સ દેખાઈ રહ્યા છે. આ દરમિયાન એક અંગ્રેજી અખબારને આપેલ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું,  ‘લોકોને ખ્યાલ છે કે આપણો દેશ ટેક ઓફ કરવા માટે તૈયાર છે અને ટેની માટ ફ્લાઇટ ઝડપી આવે, લોકો જાણે છે કે આ સુનિશ્ચિત કરવા માટે એ પાર્ટી બેસ્ટ છે કે તેમને અહીં સુધી લાવી છે.’

What is the future of Muslims in India?

આ વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે પણ પૂછવામાં આવ્યું હતું. મોદીએ આનો જવાબ આપવાને બદલે પારસી સમુદાયની આર્થિક સફળતા તરફ આંગળી ચીંધી હતી. આ સાથે જ એમને ભારતની ભૂમિને મુસ્લિમો માટે સ્વર્ગ પણ ગણાવી હતી. એ વાત તો જાણીતી જ છે કે ભાજપના શાસનમાં મુસલમાનોને લઈને અવારનવાર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે

ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? 

પાર્ટીના ટીકાકારોનું કહેવું છે કે હાલમાં ભાજપમાં કોઈ મુસ્લિમ સાંસદ કે મુસ્લિમ વરિષ્ઠ મંત્રી નથી. જ્યારે ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પીએમ પારસીઓની સફળતાની ચર્ચા કરવા લાગ્યા. ભારતમાં વસતા ધાર્મિક સૂક્ષ્મ લઘુમતીઓમાં પારસી સમુદાયની ગણતરી થાય છે કારણ કે તેમની વસ્તી ઘણી ઓછી છે. આમ કહીને PM એ મોટો સંદેશ આપ્યો. 

What is the future of Muslims in India?

દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમોનો કોઈ સીધો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યું, ‘વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, અને તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈપણ ધાર્મિક લઘુમતી સામે ભેદભાવની લાગણી નથી.’ 

દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમોનો કોઈ સીધો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યું, ‘વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે અને તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈપણ ધાર્મિક લઘુમતી સામે ભેદભાવની લાગણી નથી.’ 

What is the future of Muslims in India?

નોંધનીય છે કે આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભારતના 90 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. 73 વર્ષના લોકપ્રિય નેતા મોદી અને બીજેપીના સમર્થકો એમ કહીને જીતનો દાવો કરી રહ્યા છે કે સરકારે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરી છે અને લાખો લોકોના જીવનધોરણમાં સુધારો કર્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આ ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં કેટલા ફેરફારો આવ્યા છે, જાણીએ 

Vivek Radadiya

હવે વીઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ

Vivek Radadiya

ભયંકર ગરમી માટે જવાબદાર છે Heat Dome, જાણો શું હોય છે હીટ ડોમ….

Abhayam