Abhayam News
AbhayamGujarat

મૃતક યુવાન પાસેથી મળી આવી સુસાઈડ નોટ

A suicide note was found from the dead youth

મૃતક યુવાન પાસેથી મળી આવી સુસાઈડ નોટ વડોદરામાં 2 સંતાનોનાં પિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. માહિતી અનુસાર ગેમનાં ચક્કરમાં દેવું થઈ જવાને કારણે છેલ્લે મૃતક ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં અને આખરે તેણે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.  વડોદરામાં રિફાઈનરી રોડ પર ગ્રીનપાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી. 31 વર્ષીય મૃતક મયુર મહિડાએ સુસાઈડ નોટ પણ લખી છે જેમાં તેણે પોતાને અનુભવાતા પ્રેશરની વાત કરી હતી.

શા માટે કર્યો આપઘાત?
ઓનલાઈન ગેમ રમવાનાં અને લોન લેવાનાં ચક્કરમાં મૃતક યુવાનને દેવું થઈ ગયું હતું. મૃતકે લોન ભરપાઈ કર્યા છતા કેટલાક શખ્સો હેરાન કરતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી અપાતી હોવાનો પણ નોટમાં ઉલ્લેખ જોવા મળ્યો હતો. નોટમાં લખેલી આ વાતોથી જાણી શકાય છે કે યુવાન માનસિક રીતે દબાણ અનુભવતો હશે. જો કે સુસાઈડ નોટ મળી આવતાં ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મોટાભાઈએ જણાવ્યું કારણ 
મૃતકનાં મોટાભાઈ કલ્પેશ મહીડાએ જણાવ્યું કે,” સુસાઈડ નોટમાં લખ્યું કે મને ખૂબ જ પ્રેશર કરવામાં આવ્યું છે. કારણકે જે વ્યક્તિ મહિનાનાં 20 દિવસ પ્લેનથી બહાર ફરતો હોય..કંપનીમાં સારી નોકરી હોય તે મારોભાઈ સુસાઈડ કરે. આ વારંવાર કોલ આવવાનાં કારણે જ ઘટના બની છે.”

સુસાઈડ નોટમાં પિતા અને પત્નીનો ઉલ્લેખ
મૃતકે લખ્યું કે, મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. પપ્પા અને આરતી..આરતી તું બંનેને સારી રીતે રાખજે. તેણે લખ્યું કે,” મને પણ ઘણું દુખ થાય છે પણ મારા પાસે આ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.  Sorry માફ કરજો…”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી

Vivek Radadiya

RBIએ વધારી ટ્રાન્ઝેક્શન લિમિટ

Vivek Radadiya

આજથી ભાજપનુ મિશન સૌરાષ્ટ્ર:: કામ એવું કરો કે આવનારી પેઢીઓ પણ તમને યાદ કરે, ગાંધીનગરમાં મેયર સમિટમાં PM મોદીનું સંબોધન

Archita Kakadiya