સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર પીયૂષ ધાનાણીને લોકોએ માર્યો માર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પીયૂષ ધાનાણીને રોષે ભરાયેલા લોકોએ સુરતમાં માર માર્યો. પીયૂષ ધાનાણી કાપોદ્રા બ્રિજ નજીક લોકો રોંગ સાઈડ આવતા લોકોને રોકી રહ્યો હતો. છેલ્લાં ઘણાં દિવસથી આ ઈન્ફુલએન્સર લોકોને ટ્રાફિકનાં નિયમો અંગે જાગૃત કરવાનાં પ્રયાસ કરી રહ્યો છે. તેના ફેસબુક પેજ પર પણ તેની આ સમાજસેવાનાં વીડિયોઝ જોવા મળે છે. તેવામાં વાહનોને રોકી દાદાગીરી કરતા પીયૂષ ધાનાણી પર લોકો ગુસ્સે થયાં હતાં.
શું બન્યું?
માહિતી અનુસાર કાપોદ્રા બ્રિજ નજીક પીયૂષ ધાનાણી રોંગ સાઈડમાં આવતા લોકોને અટકાવતો હતો. તેવામાં એક વ્યક્તિની બાઈકમાંથી તેણે ચાવી કાઢી લીધી. અનેક લોકોના બાઈકની સામે ઊભા રહીને તેણે લોકોની સાથે માથાકૂટ કરી. લોકોને કાયદાનો ભંગ ન કરવા માટે સમજાવ્યું. પણ ઉશ્કેરાયેલા લોકોએ પીયૂષ ધાનાણીને મેથીપાક આપ્યો. ત્યાં હાજર રહેલા લોકો અનુસાર પીયૂષ ધાનાણીએ રોંગ સાઈડ મામલે પોલીસને જાણ કરવાના બદલે જાતે જ કાયદો હાથમા લીધો હતો. તેથી લોકોએ તેને માર માર્યો હતો. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.
મારામારીનો વીડિયો વાયરલ
સુરતમાં પીયૂષ સાથે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટલાક લોકોએ લખ્યું કે, “ભીડ કરતાં કઈક અલગ વિચારતા હોય એની સાથે હમેશા આવું જ થયું છે..! ” આ વીડિયોનાં કમેન્ટમાં પણ લોકોએ પીયૂષ ધાનાણી દ્વારા કરવામાં આવતી આ પ્રવૃતિનો સપોર્ટ કર્યો છે. પણ કેટલાક લોકો એવું પણ માને છે કે પિયૂષે કાયદો હાથમાં નહોતો લેવો જોઈતો.
લોકો કરી રહ્યાં છે સપોર્ટ
સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર પીયૂષ ધાનાણીનાં વીડિયોઝની કમેન્ટમાં લોકો તેને ખૂબ સપોર્ટ કરી રહ્યાં છે. જુઓ લોકો શું વિચારે છે:
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે