Abhayam News
AbhayamGujarat

રામ મંદિરના પૂજારીની અપમાનજનક પોસ્ટ વિવાદમાં

Ram temple priest's insulting post in controversy

રામ મંદિરના પૂજારીની અપમાનજનક પોસ્ટ વિવાદમાં રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. હિતેન્દ્ર પીઠડીયાએ મહિલાને ખોટી રીતે બદનામ કરવા ખોટી પોસ્ટ બનાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવું પરાક્રમ કર્યું હતું. આથી તાજેતરમાં જ સાયબર ક્રાઇમે આ કોંગી નેતાની ધરપકડ કરી લીધી છે.

Ram temple priest's insulting post in controversy

સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકવી ગુનો

હાલમાં કોંગ્રેસના આ નેતા વિરૂદ્ધ સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, સોશ્યલ મીડિયામાં આ રીતે કોઇ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મૂકવી એ ખરેખર ગુનો ગણાય છે. ત્યારે રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરતા કોંગી નેતા વિરૂદ્ધ સાયબર ક્રાઇમે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં સાયબર ક્રાઇમે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ઈલોન મસ્કનું X થયું ડાઉન

Vivek Radadiya

શું મહેશભાઈ સવાણી આગામી વિધાનસભા ચૂંટણી માં “આપ” નો CM નો ચહેરો બનશે ??

Abhayam

ભોપાલ ગેસ દુર્ઘટના

Vivek Radadiya