ખેડૂતો સાથે સાથે ઉદ્યોગપતિઓને પણ મોટા પાયે નુકસાની મોરબીમાં વરસાદની સાથે બરફના કરા પડ્યા હતા, જેના કારણે મોરબીમાં નુકસાન થયું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સાથે સાથે ઉદ્યોગપતિઓને પણ મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જો કે આ કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાન કર્યું છે, તેની સાથે સીરામીક ફેક્ટરીઓને પણ નુકસાન કર્યું હતું.
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં 26 તારીખના રોજ ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે મોરબીમાં પણ તેની અસર જોવા મળી હતી, મોરબીમાં વરસાદની સાથે બરફના કરા પડ્યા હતા, જેના કારણે મોરબીમાં નુકસાન થયું હતું. કમોસમી વરસાદના કારણે વેપારીઓ સાથે સાથે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.
મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે મોરબી સીરામીક ફેક્ટરીમાં નુકસાન જોવા મળ્યું હતું. વરસાદની સાથે બરફના કરા પડવાને કારણે ફેક્ટરીઓના સેડમાં કાણા પડી ગયા હતા અને વરસાદી પાણી ફેક્ટરીમાં રાખવામાં આવેલા મશીનો પર પડ્યું હતુ, જો કે આ કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાન કર્યું છે, તેની સાથે સીરામીક ફેક્ટરીઓને પણ નુકસાન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે