Abhayam News
Abhayam

રાજ્યના કયા બે ડીવાયએસપીને એસપી તરીકે મળ્યું પ્રમોશન? 

રાજ્યના કયા બે ડીવાયએસપીને એસપી તરીકે મળ્યું પ્રમોશન?  ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે. ડીવાયએસપી કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે.

ગુજરાતના સરકારના ગૃહ વિભાગે બે અધિકારીઓની કરેલો બઢતીનો (promotion) હુકમ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ગુજરાત પોલીસમાં એક અલગ જ નામ અને કામ ધરાવતા બે ડીવાયએસપીને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે બઢતી આપી છે. ગૃહ વિભાગે ATS ના DySP કે. કે. પટેલ (DySP K K Patel) અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને (ACP Bhavesh Rojiya) આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે ડીવાયએસપીને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં (gujarat police) એક નવો ઈતિહાસ રચાયો છે.

ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે. ડીવાયએસપી કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી. પી. રોજિયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક કરી છે.રાજ્યના કયા બે ડીવાયએસપીને એસપી તરીકે મળ્યું પ્રમોશન? 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૦મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવશે. વિવિધ કડીયાનાકા ખાતે શરુ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આગામી તા. ૧૦મી નવેમ્બરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૨, ગાંધીનગરમાં ૮, વડોદરામાં ૯, ભાવનગરમાં ૨, જામનગરમાં ૧૦, ભરૂચમાં ૩, મહેસાણા અને રાજકોટમાં ૫-૫, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં ૪-૪, પાટણ અને બનાસકાંઠામાં ૭-૭, નવસારી અને મોરબીમાં ૬-૬ કડીયાનાકા મળી કુલ ૧૭ જિલ્લામાં નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થશે, જેનો દરરોજ ૭૫ હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે. રાજ્યમાં અત્યારે ૧૦ જિલ્લાના કુલ ૧૧૮ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. છેલ્લા એક વર્ષમાં આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી ૫૫ લાખથી પણ વધારે ભોજન વિતરણ થયું છે. અહીંથી સરેરાશે દરરોજ ૨૭ હજાર કરતાં વધારે ભોજન વિતરણ થાય છે. જે માટે વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માં કુલ રૂ. ૨૫૦૨ લાખ કરતાં વધારેનો ખર્ચ થયો છે. ત્યારે હવે નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ થતા રાજ્યમાં કુલ ૨૭૩ કડીયાનાકાઓ ખાતેથી શ્રમિક પરિવારને પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

નદીઓને બચાવવા ભારત સાથે આવ્યા 11 દેશ

Vivek Radadiya

દેશનો દરેક વ્યક્તિ પરેડ જોવા માટે આવી શકે છે

Vivek Radadiya

‘નકલી અધિકારીઓના કેસમાં 50 ટકા આરોપી પાટીદાર યુવાનો’ 

Vivek Radadiya