Abhayam News
AbhayamBusinessGujaratNationalNews

શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો?

શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો? શું તમારી પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રશ્નો અથવા સૂચનો છે? શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો? ચાલો આજે જાણીએ કે વડાપ્રધાનને મળવાની પરવાનગી મેળવવા માટે નાગરિકે શું કરવું પડે છે.

PMO ને તમે નીચે આપેલી પદ્ધતિથી સંપર્ક કરી શકો છો.

દરેક નાગરિકને પોતાના વડાપ્રધાનને મળવાનો અધિકાર છે. ભારતના ઘણા નાગરિકો વિવિધ મુદ્દાઓ, વિચારો, સૂચનો અને ફરિયાદો અંગે ચર્ચા કરવા વડાપ્રધાનનો સંપર્ક કરવા માંગે છે. આપણે બધા જાણીએ છીએ કે વડાપ્રધાન ફેડરલ એક્ઝિક્યુટિવના વડા અને મંત્રી પરિષદના પ્રધાન હોય છે. તેઓ રાષ્ટ્રપતિના કાર્યોનું સંચાલન પણ કરે છે. તેથી ભારતમાં વડાપ્રધાન પદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો સામાન્ય નાગરિકો કે અન્ય લોકો વડાપ્રધાનને મળવા માંગતા હોય અને તેમની ગંભીર સમસ્યાઓનું નિરાકરણ ઈચ્છતા હોય તો તેઓ વડાપ્રધાનને કેવી રીતે મળી શકે? ચાલો જાણીએ તે પદ્ધતિઓ વિશે

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તમને એપોઇન્ટમેન્ટ આપશે

કોઈપણ સામાન્ય માણસને મળવા માટે વડાપ્રધાનની એપોઈન્ટમેન્ટ એટલે કે પરવાનગી લેવી જરૂરી છે. તેના માટે સૌથી પહેલા વડાપ્રધાન કાર્યાલયની એપોઇન્ટમેન્ટ એટલે કે પરવાનગી લેવાની જરુર છે. તેના માટે સૌથી પહેલા પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક કરો અને એપોઇન્ટમેન્ટ માટે પુછો. ઉપલબ્ધ સમય પર, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તમને એપોઇન્ટમેન્ટ આપશે (જો તમારી સમસ્યાનું નિરાકરણ ફક્ત પ્રધાનમંત્રી દ્વારા જ થઈ શકે છે અથવા તમારી સમસ્યાની સંબંધિત સત્તાધિકારીને મોકલવામાં આવશે અને બાદમાં તમે તમારી એપોઇન્ટમેન્ટને રદ કરી શકો છો) PMO ને તમે નીચે આપેલી પદ્ધતિથી સંપર્ક કરી શકો છો.

તમે પત્ર લખીને પણ સંપર્ક કરી શકો છો.

સંયુક્ત સચિવ, પ્રધાનમંત્રી કાર્યાલય,
સાઉથ બ્લૉક, નવી દિલ્હી- 110011
ફોન નંબર – 011-23012312

  • તમે તમારા પ્રશ્નોના જવાબ માટે આરટીઆઈ પણ ફાઈલ કરી શકો છો.
  • જેના માટે તમે MyGov.nic.in સાથે જોડાઈ શકો છો.
  • આ સિવાય તમે +91-11-23019545, 23016857 પર ફેક્સના માધ્યમથી સંપર્ક કરી શકો છો.
  • તમે ઈમેલ, યુટ્યૂબ, ટ્વીટર અને ફેસબુક વગેરે માધ્યમથી પણ પ્રધાનમંત્રી સાથે જોડાઈ શકો છો.

પીએમઓને એપોઇન્ટમેન્ટ માટે કેવી રીતે કરવો સંપર્ક?

  • સૌથી પહેલા પોતાના ક્ષેત્રના ધારાસભ્ય અથવા સાંસદને સંપર્ક કરો અને તમારી સમસ્યા વિશે જણાવો.
  • આ સિવાય તમારી સમસ્યા માચે પોતાના રાજ્યના મુખ્યમંત્રી અથવા મંત્રીનો સંપર્ક કરો.
  • ઉપર આપેલા લોકોને સંપર્ક કર્યા બાદ પણ તમારી સમસ્યાનું નિરાકરણ ન થાય તો તમે તેના સમાધાન માટે પીએમઓનો સંપર્ક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

સુરત:-પુણાની આ સોસાયટીએ જાહેર રોડ પર કચરો નાખી વિરોધ પ્રદર્શન કર્યું…

Abhayam

સુરતમાં બેન્ક કર્મીનો ઝેરી દવા પીને આપઘાત

Vivek Radadiya

આ બિઝનેસમાં હાથ અજમાવો એકવાર જામી ગયા તો લાઈફ સેટ

Vivek Radadiya