Abhayam News
AbhayamGujaratPolitics

મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ 

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાતના પ્રવાસે 
  • મહેસાણામાં 30 ઓક્ટોબરે PM મોદીની સભા
  • PMના કાર્યક્રમને લઈને પ્રદેશ મહામંત્રી રજની પટેલનું નિવેદન

મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બની રહ્યા છે. મહેસાણામાં 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.4778  કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થાય તેવું પ્રદેશ મહામંત્રી રજની પટેલે નિવેદન આપી જણાવ્યું હતુ.મહેસાણામાં 30 ઓક્ટોમ્બરના રોજ પીએમની સભા યોજાશે. જેમાં પીએમ મોદી મહેસાણા, પાટણ,  બનાસકાંઠાને સંયુક્ત સભાને સંબોધશે કરશે. વડાપ્રધાન મુલાકાતે આવી રહ્યા હોવાથી ભાજપ કાર્યકરો-આગેવાનોમાં આનોખી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રૂ.4778 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થશે: રજની પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત માદરે વતન આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ તેઓ ખેરાલુના ડભોડા ખાતે જંગી સભાનં સંબોધન કરશે. ડભોઇ હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું હોવાથી પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લાની મુલાકાત લઈ 4778 કરોડના વિકાસ કામોના શ્રી ગણેશ કરશે. મહેસાણા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ 

લોકોમાં ભારે ઉત્સાહ

બીજી તરફ આગોતરા આયોજનને લઈને જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા ચૂંટાયેલા સદસ્યો સહિત કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેનની અધ્યાક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મહામંત્રી રજની પટેલે સંપૂર્ણ વિગતો આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગીર ગામમાં ગાંજાનું દૂષણ

Vivek Radadiya

જાણીતી Cello કંપની લઈને આવી રહી છે IPO,

Vivek Radadiya

23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

Vivek Radadiya