Abhayam News
AbhayamGujaratInspirationalTechnology

વર્ષ 2024 હશે સૌથી અજીબ વર્ષ

648 વર્ષ આગળની દુનિયા જોઈને આવ્યો વ્યક્તિ! જણાવ્યું ડિસેમ્બરમાં આવશે ખુશખબરી, બદલાઈ જશે આખી જીંદગી…

    અમુક લોકો એવા પણ હોય છે જે ટાઇમ ટ્રાવેલરનો દાવો કરે છે અને એવા જ એક વ્યક્તિનું કહેવું છે કે વર્ષ 2671ને પણ જોઈ ચુક્યો છે. તેણે જણાવ્યું કે, આ વર્ષના અંતમાં એક એવી ખુશખબર આવવાની છે, જે માણસોનું જીવન બદલી દેશે.

    પોતાના દેશમાં જ્યોતિષીય ગણનાથી ભવિષ્ય જણાવવાની કલા સદીઓથી ચાલી રહી છે. અમુક લોકો ટેરો કાર્ડ દ્વારા પણ ભવિષ્ય બતાવે છે. પરંતુ, આજકાલ ટાઇમ ટ્રાવેલર્સની વાતો ખૂબ જ સામે આવે છે. એવા લોકો ખુદ દાવો કરે છે કે, તેઓ સેંકડો વર્ષ આગળની દુનિયા જોઈને પરત ફર્યા છે અને આગળ થઈ રહી તમામ મુખ્ય વસ્તુઓની ભવિષ્યવાણી કરવા લાગે છે. એવા જ એક વ્યક્તિની ભવિષ્યવાણી હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જે ખૂબ જ દિલચસ્પ છે.

    ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર એક એવા જ ટાઇમ ટ્રાવેલરને દાવો કરે છે કે તેઓ વર્ષ 2671ની તસવીર જોઈને આવ્યો છે. તેણે વર્ષ અને તારીખો મુજબ ભવિષ્ય વિશે ઘણું બધું જણાવ્યું છે અને તે પણ સમજાવે છે કે કેવી રીતે આપણી જીંદગી બદલાઈ જશે. ખુદને ટાઇમ ટ્રાવેલર કહેતા આ વ્યક્તિએ અમુક એવી વાત પણ કહી છે, જેના પર વિશ્વાસ કરવું સરળ નથી. તેનો દાવો છે કે તે ભવિષ્ય જોઈ ચુક્યો છે અને લોકોને તેના વિશે જણાવી રહ્યો છે.

    વર્ષના અંતમાં આવશે ખુશખબરી

    વ્યક્તિ આમ તો ઘણી બધી વાતો જણાવી છે. પરંતુ જે સૌથી મોટી ખુશખબર છે જે આ વર્ષના અંતમાં મળવાની છે. તેના દાવા અનુસાર 2023માં જ 27 ડિસેમ્બરે વૈજ્ઞાનિકોના હાથમાં એક એવું ફળ હાથ લાગશે, જે માણસની ઉંમર વધવાની ગતિને ધીમી કરી દેશે. આ ફળ ધરતીની ઉપર નહીં પરંતુ ધરતીની અંદર હશે, જે માણસના જીવનકાળને 200 વર્ષ સુધી વધવાની ક્ષમતા રાખશે. ફળને ટાઇમ ટ્રાવેલરે એસ્ટ્રમનું નામ આપ્યું અને જણાવ્યું કે તે ફક્ત 5 જ ખાઈ શકાશે

    વર્ષ 2024 હશે સૌથી અજીબ વર્ષ

    કથિત ટાઇમ ટ્રાવેલર અનુસાર વર્ષ 2024 ઈતિહાસનું સૌથી અજીબ વર્ષ હશે. 22 નવેમ્બર, 2023એ જેનેટિક એન્જીનિયરિંગને પબ્લિક કરી દેવામાં આવશે, જેના દ્વારા લોકો કસ્ટમાઇઝ બાળકો પેદા કરી શકશે. તેનાથી જેનેટિક ડિફેક્ટ ખતમ થઈ જશે અને મોટાભાગના લોકો એક જેવા જ જોવા મળશે. તેણે જણાવ્યું કે 9 ફેબ્રુઆરી, 2024એ ટાઇમ સ્ફીયર નામનો બૉલ ગીઝાના પિરામીડના ટોપ પર જોવા મળશે. તેને જે પણ અડકશે, તે ભૂતકાળ અને ભવિષ્યને જોઈ શકશે. બાદમાં 16 માર્ચ, 2024એ એક સેલિબ્રિટી ખુલાસો કરશે કે તેણે પોતાના મરવાની ખોટી ખબર ફેલાવી હતી. @theradianttimetraveller નામથી Eno Alaric નામના ટાઇમ ટ્રાવેલરે પહેલા પણ ઘણી ભવિષ્યવાણી કરી છે, જે બિલકુલ સાચી તો સાબિત નથી થઈ.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

    વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

    તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

    Related posts

    સુરત:કાપડ માર્કેટ GST વધારાના વિરોધમાં સજ્જડ બંધ…

    Abhayam

    અમદાવાદ:-લો બોલો ભિક્ષુકો પાસેથી હપ્તો લેનાર ઝડપાયો….

    Abhayam

    ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? 

    Vivek Radadiya