Abhayam News
AbhayamNews

અમરેલી SP નિર્લિપ્ત રાયનો સપાટો, એક સાથે પોલીસ કર્મચારીઓની બદલી…

પ્રથમ વખત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓની એક સાથે બદલીથી પોલીસ બેડામા સન્નાટો છવાઇ ગયો છે. પીએસઆઇ સહિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની બદલી કરવાની આ પ્રથમ ઘટના છે.

અહીં અમરેલીના SP નિરલિપ્ત રાય દ્વારા એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. નિરલિપ્ત રાય દ્વારા અમરેલીમાં હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.

પોલીસ SP નિર્લિપ્ત રાય એક્શનમાં આવી ગયા છે અને સતત પોલીસ કર્મચારીઓ ઉપર નજર રાખી રહ્યા છે. ગેરકાયદેસર પ્રવૃતિઓ કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવશે તો SP નિરલિપ્ત રાય કાર્યવાહી કરી શકે છે.

જેનો દાખલો બેસાડવા માટે SP નિર્લિપ્ત રાયે એક જ પોલીસ સ્ટેશનના 50 જેટલા પોલીસકર્મીઓની બદલી કરી નાંખી છે.

ગુજરાત પોલીસના IPS નિરલિપ્ત રાય દ્વારા ભૂતકાળમાં અનેક ખૂંખાર ગુનેગારો અને અમરેલી જિલ્લામા અસામાજિક પ્રવુતી કરનારા લોકોને પકડીને જેલ હવાલે કર્યા છે. SP નિરલિપ્ત રાય કડક હાથે કાર્યવાહી કરવાના કરાણે ગુજરાતમાં અલગ ઓળખ ધરાવે છે.

જણાવી દઇએ કે, અમરેલીમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઉપર આક્ષેપો હોવાની પણ માહિતી મળી છે. તેમજ કેટલાક ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવતા હોવાની પણ અમરેલી SP નિરલિપ્ત રાયને માહિતી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગૂગલ લાવી રહ્યું છે આ ટેકનોલૉજી

Vivek Radadiya

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Vivek Radadiya

સુરત:-VNSGU દ્વારા બી .એડની MCQ બેઇઝ ઓનલાઇન પરીક્ષા શરુ…

Abhayam