Abhayam News
AbhayamNews

દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા:-બ્લેક ડે

ફરી વિરોધ તેજ કરશે અન્નદાતા…

દિલ્હીની સરહદોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બુધવારે 6 મહિના પૂરા થઈ ગયા છે. ત્યારે બુધવારે જ વર્તમાન કેન્દ્ર સરકારને સત્તામાં સતત 7 વર્ષ પૂર્ણ થયા છે. બુદ્ધ પૂર્ણિમાના આ અવસર પર ખેડૂતોએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પોતાના વિરોધનો સ્વર ફરી તેજ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે. 

 સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના કહેવા પ્રમાણે તેમને ડરાવીને કે થકવીને ડગાવી નહીં શકાય

ખેડૂતોએ દિલ્હી સહિત તમામ ધરણા સ્થળોએ બુદ્ધ પૂર્ણિમા પર્વ ઉજવવાની જાહેરાત કરી છે. 

ધરણા સ્થળોએ કાળા વાવટા ફરકાવીને અને સરકારના પૂતળા સળગાવીને વિરોધ કરવાની તૈયારી છે. સંયુક્ત ખેડૂત મોરચાના નેતા બલવીર સિંહ રાજેવાલ, ડૉ. દર્શન પાલ, ગુરનામ સિંહ ચઢૂની, હનન મૌલા વગેરે નેતાઓના કહેવા પ્રમાણે ખેડૂતો સત્ય અને અહિંસાના બળ પર પોતાનું આંદોલન આગળ વધારી રહ્યા છે. પરંતુ ભાજપની કેન્દ્ર સરકાર અનેક વખત આ આંદોલનને હિંસક સ્વરૂપ આપવા પ્રયત્ન કરતી રહે છે જેમાં તે હંમેશા અસફળ રહી છે. 

સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના કહેવા પ્રમાણે તેમને ડરાવીને કે થકવીને ડગાવી નહીં શકાય. જ્યાં સુધી સરકાર તેમના વિરૂદ્ધ નોંધાયેલા તમામ કેસ પાછા નહીં ખેંચે અને તેમની માંગણીઓ નહીં સ્વીકારી લે ત્યાં સુધી તેઓ દિલ્હીની સરહદેથી પાછા નહીં જાય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત:-કોરોનાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલા પરીવારોને અમેરીકાથી મળી સહાય.

Abhayam

સુરત:-કોંગ્રેસ નેતાનો સલાબતપુરાના PSI પર આરોપ લગાવ્યો..જાણો સમગ્ર ઘટના

Abhayam

મહેશભાઈ સવાણીને સૌરાષ્ટ્રમાં મળતું જનસમર્થન…

Abhayam

71 comments

Comments are closed.