Abhayam News
AbhayamNews

સુરતમાં GPSC રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા માટે 49 સેન્ટર ફાળવાયા હતા જેમાં 11 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

  • એક વર્ગમાં માત્ર 20 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા.
  • GPSC રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવા માટે પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
  • 49 સેન્ટર ઉપર વ્યવસ્થા કરવામાં આવી.
  • 11 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
  • સરકાર ની ગાઈડ લાઈનનું ચુસ્ત રીતે કરાયું હતું પાલન

કોરોના સંક્રમણને કારણે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. પરિણામે વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી હોવા છતાં પણ પરીક્ષા આપી શક્યા ન હતા. આખરે કોરોના સંક્રમણનું જોર ઘટ્યું છે ત્યારે ધીરે-ધીરે પરીક્ષાઓ લેવાની શરૂ કરવામાં આવી છે. સુરતમાં આજે GPSC રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવા માટે પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા માટે શહેરમાં કુલ 49 સેન્ટર ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે.11 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સરકાર ની ગાઈડ લાઈનનું ચુસ્ત રીતે કરાયું હતું પાલન .સરકારની ગાઈડલાઈન મુજબ પરીક્ષા સેન્ટરો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ એક વર્ગમાં માત્ર 20 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવામાં આવ્યું હતું. પરીક્ષા સેન્ટરોમાં નિરીક્ષકો દ્વારા તમામ વ્યવસ્થા અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

કોરોના સંક્રમણ બાદ હવે તમામ પરીક્ષાઓ ધીરે ધીરે લેવાની શરૂ થાય એવું વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યા છે.વિશેષ કરીને અલગ અલગ વિભાગની પરીક્ષાઓ કે જે કોરોના સંક્રમણ કાળ દરમિયાન રદ કરવામાં આવી હતી તેવી પરીક્ષાઓ હવે લેવામાં આવશે એ પ્રકારની આશા બંધાઈ છે. રાજ્ય સરકાર દ્વારા પણ હવે પરીક્ષાઓ કે જે રદ કરવામાં આવી હતી તેની તારીખો જાહેર કરીને આગામી દિવસોમાં પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે જાહેરાતો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 11માં લાઈવ થયું એનર્જી સેવર મોડ

Vivek Radadiya

આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા..

Abhayam

સુરતમાં વધુ એક દુષ્કર્મ ઘટના,જાણો કોણે દુષ્કર્મ આચર્યું…?

Abhayam