Abhayam News
AbhayamNews

38 દિવસમાં જ ધૈર્યરાજના પિતાના એકાઉન્ટમાં જમા થઇ ગયા કરોડો રૂપિયા, જાણો હવે કેટલાની જરૂર છે?

ધેર્યરાજને તો હવે કોણ નથી ઓળખતું! રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કાનેસર ગામના મધ્યમવર્ગી પરિવારના ફક્ત 3 મહિનાનાં ધૈર્યરાજસિંહની સારવાર માટેના ઇન્જેક્શન માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે, જેનાં માટે ફક્ત 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવી ગયું છે.

રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી કુલ 2.77 લાખ લોકોએ નાનું-મોટું દાન કરીને આ ફાળો એકત્ર કરવામાં આવ્યો છે. હજુ પણ સારવારનાં ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્ર થતાંની સાથે જ અમેરિકાથી એને મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ધૈર્યરાજને સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટશીટ નામની બીમારીની સારવાર કરવાની છે.

મહીસાગરના લુણાવાડા તાલુકામાં ધૈર્યરાજસિંહ રાઠોડને SMA-1 એટલે (સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટશીટ) નામની બીમારી હોવાની જાણ થતાંની સાથે જ તેના પિતા રાજદીપસિંહ રાઠોડને થોડા સમય અગાઉ જ થઈ હતી. આ રોગની સારવાર માટેનું ઇન્જેક્શન 16 કરોડ રૂપિયામાં અમેરિકાથી મંગાવવું પડે તેમ છે.

લુણાવાડા તાલુકામાં આવેલ ખાનપુરના રહેવાસી રાઠોડ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ડોક્ટરો જણાવે છે કે, ધૈર્યરાજના ઇલાજ માટે તેમની પાસે એક વર્ષ છે તેમજ તેની સારવારમાં જે ઇન્જેક્શનનો ઉપયોગ થવાનો છે એની કિંમત અંદાજે 16 કરોડ રૂપિયા છે. આમ, ઇન્જેક્શન માટે ધૈર્યરાજના પિતાએ માતબર રકમ એકત્ર કરવાની હતી.

જો કે, પરિવારે ચિંતા કર્યા વિના ધૈર્યરાજના નામે ઇમ્પેક્ટ ગુરુ નામના NGOમાં પોતાનું અકાઉન્ટ ખોલાવીને ડોનેશન એકત્ર કરવાની નેમ ઉઠાવી હતી. આની ઉપરાંત તેમણે આ રકમ એકત્ર કરવા સોશિયલ મીડિયા મારફતે દેશવાસીઓએ પ્રાર્થના કરી છે.

ફક્ત 3 મહિનાના ધૈર્યરાજસિંહ માટે દાનવીરોએ ઉદાર હાથે દાન આપતાં તેના પિતાના ખાતામાં 38 દિવસમાં કુલ 15,48,66,844 શુક્રવારની રાત્રે 10 વાગ્યા સુધીમાં એકત્ર થઈ ગયા હતા. 16 કરોડ રૂપિયા જમા થઈ જાય એટલે તુંરત જ તેનો ઇલાજ કરવા માટેનું ઇન્જેક્શન મંગાવિ લેવામાં આવશે.

Related posts

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો 

Vivek Radadiya

જુઓ:-વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આટલી તારીખે દેખાશે..

Abhayam

જાણો કેટલી AQI કેટલી સિગારેટની બરાબર છે

Vivek Radadiya