Abhayam News
AbhayamSocial Activity

સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.

આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક બ્લડબેંક માં બ્લડની હાલ ખુબ જ અછત હોય સફળ બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન લોકસમર્પણ બ્લડ બેંક મિનીબજાર સુરત ખાતે થયું હતું.

કાર્યક્રમનું સંચાલન સરદારધામ યુવા તેજ-તેજસ્વિની સંગઠન – સુરત દ્વારા લોકસમર્પણ રક્તદાન કેન્દ્રનાં સહકારથી આયોજન થયું હતું ‘સરદારધામ યુવા તેજ- તેજસ્વિની’નાં મેમ્બરો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સૌપ્રથમ સરદાર સાહેબની પ્રતિમા મિનીબજાર ખાતે પુષ્પાજંલિ અર્પીને વિધિવત રીતે દિપપ્રાગટ્ય કરીને શરૂઆત કરી હતી.

લોકોમાં બ્લડ ડોનેટ કરવાનો જોશ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે પોતાનું બ્લડ ડોનેટ કરીને સાહેબની પુણ્યતિથી દિવસે કાંઈક સામાજીક દાયત્વ નિભાવ્યાનો અહોભાવ સ્પષ્ટ વર્તાતો હતો.

આ કેમ્પમાં દરેક સમાજના લોકો અને વધુ કરીને યુવાનોમાં એક અનેરો ઉત્સાહ હતો. આ કેમ્પ દ્વારા શહેરમાં એક એવો મેસેજ આપ્યો છે કે સાંમ્પ્રત સમયમાં બલ્ડની પડતી ઘટને પૂર્તી કરવી એ આપણું સામાજીક દાયત્વ છે.

સાથે સાથે લોકસમર્પણ બ્લડબેંક દ્વારા 350 થેલેસીમીયા પીડીત બાળકો ને દર 20 થી 30 દિવસનાં અંતરે બ્લડ ચડાવવું પડે છે જે બ્લડ બેંક નિ:શુક્લ ત્રીજા માળ પર અવીરત સેવા આપી રહી છે. આવા સરસ કાર્ય માટે યોગદાન હોવું અને સેવાભાવ રાખવો એ ખરેખર માનવીને મુઠી ઉંચેરા માનવી તરીકે પ્રત્થાપીત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ATM હેકિંગનો પ્રથમ કિસ્સો સામે આવ્યો,આ સોફ્ટવેરની મદદથી આટલા રૂપિયા….

Abhayam

દેશનું પહેલું શહેર જ્યાં સોમવારથી શરૂ કરાશે ડોર- ટુ -ડોર વેક્સિનેશન કેમ્પેન..

Abhayam

ગૂગલ મેપ્સમાં બદલાયું દેશનું નામ

Vivek Radadiya